નટુભાઇને ..

આદરણિય નટુભાઇ,
 
તમે મોકલાવેલ પીડીએફ ફાઇલ વાંચી.
 
તાળી એક હાથે તો ના જ વાગે.
 
વાંક કોનો હતો તે શોધવાને બદલે, આજે .. અત્યારે .. હમણાં .. તમે અને હું એમ બે જણ મળીને શું કરી શકીએ ?
 
તમે બીડેલ પીડીએફ ફાઇલની પહેલી લાઇનમાં તમે લખો છો કે,
 
‘‘ .. આ સવાલ તમારા વડવાઓને પૂછો કે તેમણે પછાત જ્ઞાતિનો ઉદભવ કેવીરીતે કર્યો? ‘‘ આ સવાલમાં ‘તમારા‘ એટલે કોણ ? તમારો સવાલ મને – અખિલ સુતરીઆને ઉદ્દેશીને હોય તો … મારા વડવાઓ જીવીત નથી. .. ‘‘
 
મારી જાણમાં છે કે,
 
મારા દાદા, દાદી, માતા અને પિતાએ કદી કોઇની જ્ઞાતિ કે જાતિ ચડતી કે ઉતરતી ગણી નથી .. કે અમને ગણવા દીધી નથી. અમારે ત્યાં કામે આવતા સહાયકોની ( નોકર શબ્દ વાપરવા પર પાબંદી હતી અને મેં રાખી છે ) તમામ પ્રકારની જરૂરીયાતો દાદાને પૂરી પાડતા મેં જોયા છે. વારતહેવારે તે સૌને પણ ઉજવણીમાં શામેલ રાખ્યા છે. મારા મનમાં ‘પરિવાર‘ શબ્દની સમજ લોહિના સંબંધ પૂરતી સીમીત નથી. મારી કિશોરાવસ્થા દરમ્યાન અમે જે સોસાયટીમાં રહેતા ત્યાં કામ કરતાં સ્વીપરોને કપડા, સ્વેટર, રેઇનકોટ આપતા મારા પિતાને જોયા છે. મારી માતાને તેમના બાળકો માટે મીઠાઇ અને રમકડાં આપતા જોઇ છે. આજે અમે પણ હરિના આ જનોનું જ નહિ બલ્કે મનુષ્ય માત્રનું સન્માન જાળવીએ જ છીએ.  કારણકે અમને એવું કરવામાં આનંદ અને સંતોષ મળે છે.
 
 
તમે બીડેલ પીડીએફ ફાઇલની આઠમી લાઇનમાં તમે લખો છો કે,
 
‘‘ … મગજમાં વાણિયા.. બામણની જ્ઞાતી લઇને ફરતા તુચ્છ બુદ્ધી ધરાવતા માણસો તરત જ પૂછશે .. સાહેબ તમે કેવા છો ? અને જો તેને જાણવા મળે કે અમે પછાત કોમના છીએ એટલે તે તમારી જેમજ તિરસ્કારની નજરે જોવાનું ચાલુ કરશે … ‘‘
 
અહિ પણ ‘‘તમારી જેમ જ ‘‘ જો આપે મને સંબોધીને કહ્યું હોય તો .. મારી પાસે કોઇ જવાબ નથી. માતાની આંખમાં રહેલ મમતા અને વાત્સલ્યને જોવા ‘‘નજર‘‘ જોઇએ .. આંખ નહિ. સંબંધોની ઉષ્મા સમજવાની ચીજ નથી .. એ એક અનુભૂતિ છે.
 
તમે બીડેલ પીડીએફ ફાઇલના ફકરા નંબર ૧ થી ૬ માં તમે જે લખ્યું છે ..,
 
એ આજની નિર્માણ પામેલ પરિસ્થિતિના અસંખ્ય જવાબદાર કારણોમાંના થોડાક છે.  ગ્રામસભાથી લઇને લોકસભામાં મારા અને તમારા દ્વારા ચુંટાયેલા .. મોકલાયેલા પ્રતિનિધીઓએ સરકાર રચી .. અને વહિવટ સંભાળ્યો. ૧૨૫ કરોડ લોકોના આ દેશમાં ૬૧ વરસની આઝાદી પછી પણ કેમ વર્ણપ્રથા અસ્તિત્વમાં છે ?
 
મને લાગે છે કે, મેં અને તમે યા તો આનો સ્વૈચ્છીક સ્વિકાર કરી લીધો છે અથવા પ્રચંડ વિરોધ કરવાની તાકાત ખોઇ બેઠા છીએ.
 
સૌને સમાન તક .. સૌનું સમાન સન્માન .. સૌનો સર્વાંગી વિકાસ .. સૌનુ સમતોલ જીવન – અંગત, પારિવારિક, સામાજીક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યાવસાયિક, વૈજ્ઞાનિક, આરોગ્ય, મનોરંજન, ક્યારે ?? 
 
ભૌતિકવાદની આ મોકાણ છે. … એની સાથે સાથે … ભાષાવાદ .. પ્રાંતવાદ .. જૂથવાદ .. સમાજવાદ .. ને માથે ચડયો .. તકવાદ અને સગાવાદ ..
 
બધા પોતાને મળતી તકમાં .. પોતાના લાભ મેળવી લેવાની વેતરણમાં અન્યોને … અન્ય માનવોને .. માનવતાવાદ ને ઘોળીને પીવા માંડયા.
 
અને હવે જયારે આતંકવાદ આવ્યો ત્યારે …. સૌ દોડયા રાષ્ટ્રવાદને જગાડવા.
 
પણ,
 
સવાલ તે છે કે રાષ્ટ્ર કોનું ?
 
જે પ્રજાના દિમાગમાં આટઆટલા વાદ ગુંદાયેલા હોય ત્યાં ….
 
રાષ્ટ્રવાદની વાતો કરનારી ચેનલો .. અખબારો .. એનજીઓ .. સૌ પોતપોતાના રોટલા શેકે છે … ખુલ્લેઆમ.
 
છે કોઇ માઇનો લાલ તેમને રોકવાવાળો ?
 
… મારો અનુભવ છે કે … અહિ ઇન્ટરનેટ પર આ મેઇલ વંચાશે .. ડીલીટ થશે .. કદાચ ફોરવર્ડ થાય .. બહુ બહુ તો કોક પ્રિંટ કાઢીને ફાઇલમાં મૂકશે … કોક ફોટોકોપી કરાવીને બે–પાંચને આપશે … એકાદ કલાકનું ભાષણ ઠોકશે …
 
પણ જે  ‘‘પછાત‘‘ નથી તે ‘‘ પછાત‘‘ની સાથે બેસીને ‘‘ પછાત વર્ણ કે વર્ગ કે જ્ઞાતિ ‘‘ ( ધ્યાનમાં લેજો – વ્યક્તિ નહિ ! ) નાબુદ કરવાની  નક્કર અમલમાં મુકી શકાય તેવી યોજના બનાવવાનું કામ શરૂ કરે અથવા ‘‘ પછાત‘‘ પોતાને ‘‘પછાત‘‘ ગણવાનું બંધ કરે … આ હશે પહેલુ કદમ.
 
બીજુ કદમ ..
 
પ્રોજેક્ટ માર્ગદર્શન અન્વયે શાળામાં અને કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને આવા પ્રકારના બીજા અનેક વિષયો પર પ્રોત્સાહન આપતી વિડીયો ફિલ્મ શોના આયોજન કરી શકાય.
 
જેથી રાષ્ટ્રનું ભવિષ્ય જેમના હાથમાં છે તેવા આપણા સંતાનોને આ બધા વાદ ના વાડાની બહારની દુનિયાનો સમયસર પરિચય કરાવીને નિડર, નિર્ભય અને નમ્ર નાગરિક બનાવી શકાય.
 
અજાણતા તમારી લાગણી દુભાઇ હોય તો ક્ષમા કરશો.
 
બાકી .. હું વાણિયો નથી .. બામણ નથી .. ગુજરાતી કરતાં યે પહેલા … ભારતિય છું .. વિશ્વ નાગરિક છું … માનવી છું .. માનવ બનવા મથી રહ્યો છું.
 
અસ્તુ.
 
 
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: