संभवामि युगे युगे॥

संभवामि युगे युगे॥

http://brsinh.wordpress.com/2010/05/23/%e0%a4%b8%e0%a4%82%e0%a4%ad%e0%a4%b5%e0%a4%be%e0%a4%ae%e0%a4%bf-%e0%a4%af%e0%a5%81%e0%a4%97%e0%a5%87-%e0%a4%af%e0%a5%81%e0%a4%97%e0%a5%87%e0%a5%a5-%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%ab%87/

આ વિષય પર ‘લખવું’ મારે માટે ‘ભારે’ કામ.

વાંચવું પણ થોડું ભારે પડયું.

ચાલી રહેલી ચર્ચાએ ‘સમજણ’ ઉભી કરી.

ઇતિહાસ (૫૦૦૦ વર્ષ પૂર્વે ) થી વર્તમાન સૂધી અનેક જીવ, જીવાત્મા, મહાત્મા કે પરમાત્મા આ ધરતી પર યુગે યુગે જરૂર પડયા પ્રમાણે અવતરી ચૂક્યા છે ના પ્રમાણ ( પ્રમાણિત હશે જ. )ને આધારે તેમને સમયના તેમણે વ્યક્ત કરેલા વીચારોની વણસુકાયેલી નદી આજે પણ પૂરબહાર વહી રહી છે.

શ્રધ્ધા કે અંશ્રધ્ધા હોય કે પછી ધાર્મિકતા કે અધાર્મિકતા હોય. સ્પષ્ટતા તો પાયામાં રહેલી છે. એટલે જેઓ ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ કેળવી શકયા છે તેઓ તેને ‘વર્તમાન’ સાથે જોડીને ‘જીવે’ છે બાકીના ‘આવા’ વીચાર કે મુદ્દા અંગે ‘સ્પષ્ટતા’ વગર ‘વર્તમાન’માં ‘વાતો’ જ કરે છે.

સુધારાની વાત કરવી અને સુધારો કરવો બન્નેમાં ફેર છે. પહેલું પગથિયું અને બીજા પગથિયા જેટલો.

ગાંધીજીએ ‘સુધારો’ કરી બતાવ્યો. ‘સુધારો’ કરવાની ‘રીત’ ‘વાતો’ કર્યા વગર ‘જીવી’ બતાવી.

દરેક ગર્ભવતી સ્ત્રી ઇચ્છે છે કે તેની કૂખે રામ, કૃષ્ણ, શિવાજી, વિવેકાનંદ, શિવાજી, …. ( દિકરો થઇને આવે.) ..

દિકરીની કલ્પનામાં મેં હજુ સુધી કોઇ બહેનને રાધા, મીરાં કે લક્ષ્મીબાઇના સ્વપના જોતી જોઇ નથી.

કૂવામાં હોય તો … પોતાના ‘ગર્ભ’ અને ‘આશય’ને કૌશલ્યા, દેવકી, ભુવનેશ્વરી કે જીજામાતા જેવો કરવાની તૈયારી કે જાણકારી વગર જનેતા જે જણે તે તો ‘બાળક’ જ જન્મે ને ? પોતાના પતિમાં દશરથ, વસુદેવ, વિશ્વનાથ કે .. (શિવાજીના પિતાનું નામ અત્યારે યાદ નથી આવતું) જેવા પિતૃતત્વો પણ એટલા જ આવશ્યક છે.

હવે મુદ્દાની વાત, કરમચંદ અને પુતળીબાઇએ જણેલા સંતાનોમાંથી ફક્ત મોહન જ … .. બેરીસ્ટર, બાપુ અને મહાત્મા. એવું કેમ ? સોનોગ્રાફી થી લઇને ડીએનએ જેવા ટેસ્ટ તો હવે થાય છે. પહેલા ક્યાં એ બધું હતું. તો ?

અસંખ્ય વીચારોનું એકધારુ આક્રમણ થતું હોય ત્યારે તેમાંનો જે એક વીચાર જે ક્ષણે અમલમાં મુકાઇ જાય ત્યારે પેદા થતા પરિણામ .. વિસ્મયજનક જ હોય.

ઇતિહાસમાંથી મહાભારત, રામાયણમાં એવા અનેક ઉદાહરણ મળી આવશે. વર્તમાનમાં આજના સમયમાં પણ આવા અનેક ઉદાહરણ મળી જ રહે છે.

તો સમય થંભી ગયો છે ?

યુગ એનો એ જ છે .. પ્રજા બદલાતી ગઇ છે ?

યુગ બદલાય છે .. પ્રજા સ્વરૂપ બદલતી ગઇ છે ?

અને જો બદલાવ દેખાતો હોય તો સ્વાભાવિક છે કે જે છે તે ‘સ્થિતિ’ / ‘વ્યક્તિ’ યા તો સુધરે છે અથવા બગડે છે.

એટલે કે તેને કોઇ સુધારે છે તો કોઇ બગાડે છે

… બાકીના બ્લોગ પર લખે છે .. લખતા રહે છે

… વાંચે છે વાંચતા રહે છે

… કોમેન્ટ લખે છે

… વળી તેની પર પણ વાતો કરતાં રહે છે

… અત્યારે આપણે એ જ કરીએ જ છીએને ?? !!!! ( રાઉલજી, આત્મીયતા હોય તો જ તેજાબી જામ ઠલવાય ).

એક આડવાત –

હાલમાં જ પૂરી થવા આવેલી લગ્નસરામાં મે ૫૦ જેટલા નવદંપતિને મારા આગામી નિ:શુલ્ક કાર્યક્રમ ‘ગર્ભસંસ્કાર’ ની તાલીમ માટે તૈયાર કર્યા છે. હવે જોઇએ ‘ઝટપટ’ના આ જમાનામાં કેટલાનો સંઘ કાશીએ પહોંચે છે.

4 Responses to “संभवामि युगे युगे॥”

  1. આપે ‘ગર્ભસંસ્કાર’ ની તાલીમ વિશે લખ્યું પણ ગર્ભસંસ્કારની તાલીમ એટલે શું તેની વધુ માહિતી મળી શકે. મેં કદાચ આપના બ્લોગને વધારે વાંચ્યો નથી. એટલે ખાસ જાણકારી નથી.

  2. આપે લખ્યુ છે કે દિકરીની કલ્પનામાં મેં હજુ સુધી કોઇ બહેનને રાધા, મીરાં કે લક્ષ્મીબાઇના સ્વપના જોતી જોઇ નથી. પરંતુ હું મારી વાત કરું તો મેં આજથી ૨૨ વર્ષ પહેલાં સમાજમાં દરેક માતા દીકરી ઇચ્છે છે તો દીકરી કે સ્ત્રી વિનાનો સમાજ કેવો હશે. એની કલ્પના કરી હતી અને એક નિર્ણય કર્યો હતો કે હું માત્ર એક જ સંતાનની માતા બનીશ અને તે સંતાન દીકરી જ હોય તેની કામના કરેલી. તેને આધુનિક જમાનાની રાણી લક્ષ્મીબાઇ બનાવીશ એવી કામના કરેલી.અને હું દીકરીની માતા બની અને દીકરી જન્મની ખુશી લોકો દીકરાના જન્મ વખતે મનાવે તેના કરતાં વધુ મનાવી. પરંતુ ઈશ્વર કે કુદરત જે માનો તે પણ તેની મરજી શું હશે તે ખબર નહીં. તે લાંબું ન જીવી શકી. આજે સમાજમાં દીકરી કરતાં દીકરાની સંખ્યા વધારે છે ખાસ કરીને ગુજરાતમાં. અને બેટી બચાવો આંદોલન કરવાની જરૂર પડી છે.

Leave a comment