સરકારનો પગાર વધારો.

From : sureshchandra manilal sheth [ http://gujaratikavitaanegazal.ning.com/profiles/blogs/3499594:BlogPost:292865 ]

છેવટે સાંસદોએ પોતાના વેતનમાં ધરખમ વધારો મેળવીજ લીધો…1 જેમના હાથમાં તેમના મોંમા જતા કેટ્લી વાર? વધ્રો માગવાવાળા પણ તેઓજ અને મંજુર કરવાવાળા પણ અતેઓજ….1 આપણે ક્યાંય નોકરી કરતા હોઈએ તો આપણો પગારવધારો કરવો એ આપણા હાથ મા નથી હોતુ, પણ સાંસદો ની સ્થિતિ અલગ છે, પોતેજ માગનાર અને પોતેજ આપનાર….1 આવુ તો આ મહાન ભારત દેશમાં જ બની શકે…!તેમનો પગાર 16000થી વધીને 50000થઈ ગયો અને આજે સમાચાર આવ્યા કે અન્ય ભથ્થા માં વધારો કરીને તેમની માગણી મુજબ 80000 સુધે તેમનુ વેતન પહોંચાડી દેવામાં આવશે.મોંઘવારી નો મુદ્દો બાજુએ રહ્યો, અનાજ નો બગાડ થાય તો ભલે થાય, કાયદો અને વ્યવસ્થા ન જળવાતી હોય તોયે વાંધો નહી, ચોરી, લુંટ્ફાટ, બળાત્કારઓ ભલેને થાય,ગરિબીરેખાનીચે જીવનારાઓ ની વ્રુધ્ધિ ભલે થતી, દવા, દુધ, શાકભાજી, અનાજ, કઠોળ, શિક્ષણ,તબીબી સેવાઓ, આરોગ્ય, ભલેમોંઘા થતા,દેશ ને ભરડો લઈ ને બેઠેલા ચિન, પાકિસ્તાન, બાંગલાદેશ,ભલે આપણને હડસેલી ને જલસા કરતા, દેશની સરહદો ભલે રેઢી રહેતી, કાશ્મિર જવા બેઠુ હોય તોયે શું થઈ ગયુ? આમાં સાંસદો નો શું વાંક?તેમને તો મોંઘવારી ન જ નડવી જોઈએ, તેમના રક્ષણ માટે પોલિસો અને કમાંડોની ફોજ તૈયાર હોવી જોઈએ, સામાન્ય નાગરિક ની સલામતિ જોવાને ક્યાં જરુર છે?સામાન્ય લોકોતો ભુખમરો, ભળસેળ,લાંચરુશ્વત, ગુંડગર્દી,ભાવવધારો, અને આતંકવાદનુ જુલ્મ સહેવા માટેજ હોય છે,સાંસદો ની તેમના તરફ કોઈ ફરજ નથી,

આટ્લો પગાર વધારા પછી પણ તેમની કામગીરી શું છે તેની સ્પ્ષ્ટ્તા ક્યાંયે નથી, તેમની ફરજો, તેમની કામગીરી, તેમની જવાબદારી નો ઉલ્લેખ ભારતિય બંધારણમાં પણ નથી, તો પછી તેમની શાના માટે પગાર વધારો આપવાનો? છાસવારે સંસદમાં હલાગુલા કરવા, કામ થવા ન દેવુ, રાહતદરે કેંટીનમાં નાસ્તાપાણી કરવા એ સિવાય સાંસદો નુ કામ શું છે?દિલ્હી જેવા મહાનગરમાં મફત આવાસો, મફત ટેલીફોન સુવિધાઓ,મફત મુસાફરીઓ,અને મતદાર વિસ્તારમા કામો કરવા વર્ષે બે કરોડ રુપિયા મળતા હોવા છતા તેમને પચાસ હજાર પગાર ઓછો પડે છે, અને આપણે બધા એ લાચારભાવે જોઈ રહ્યા છી, આના કરતા તો સરમુખ્ત્યારો અને રાજાઓ સારા હતા,ભલે તેઓ ખાતા હતા પણ પ્રજાનો પણ વિચાર કરતા હતા, આજની આપણી લોકશાહીમાં તો પ્રજાને માત્ર પાંચવર્ષે મતપેટીમા6 એક કાગળનુ પતાકડુ નાક્વ સિવાય કોઈ અધિકાર નથી, લોકશાહી જો સાચાઅર્થમાં હોય તોજ ઇચ્છવા જોગ છે, પણ જો લોકશાહીન આઠઠાચિત્રજ રહેવાનુ હોય તોતેનો એક ભાગ બની રહેવામાં જરાયે ગૌરવ નથી.

આજે દેશમાં કોઈ સલામત નથી, અંદર તથા બહાર ના શત્રુઓ ટાંપી ને બેથા છે, ક્યારે ક્યાં બોમ્બ ધડાકો થશે તેની કોઈ ગેરંટી નથી, જીવનજરુરિયાત ની ચેજોના ભાવ ક્યાં જઈ ને અટકશે એ કોઈ કહી શકતુ નથી,તમને કોઈ ઘરમાં આવીને લુંટી જાય તોયે પોલિસો તમાકુ મસળતા તમારૌપરજ રુઆબ છંટી રહ્યા હોય છે, આ બધુ જોવા ની ફુરસદ સાંસદો ને નથી, તેમને આ બધુ નડતુ પણ નથીતેમ દેખાતુ પણ નથી, તેમને પગાર વધારો જોઈએ , પણ કરોદો લોકોનજીવી આવક માં બે ટંક પેટ ભરી ને ખાઈ પણ શકતા નથી એ વાત ની ચિંતા તેમને નથી,આવા હલકા અને સ્વાર્થિ સાંસદોને ધિક્કાર હોજો,પ્રજાનુ લોહી ચુસી ને સ્વિટ્ઝરલેંડમાં કાળા નાણા જમા કરી રહેલા આ ગિધો કેવા નસિબ લઈ ને જ્ન્મ્યા છે કે તેમનો કોઈ વાળ પણ વાંકો કરી શકતુ નથી, આ નધણિયાતો દેશ તેમના માટે તો કલ્પવ્રુક્ષજ થઈ પડ્યો છે, લુંટ્વો હોય એટ્લો લુંટો,આ કંગાલ નિર્માલ્ય પ્રજા કાંઈ કરવાની નથી

મુ. સુરેશભાઇ,

માફ કરજો મારી વાત કદાચ કડવી લાગે પણ, ખરેખર જેમણે નક્કર પગલાં લેવા છે તે પોતાની કેપેસીટી પ્રમાણે એક્શન લઇ જ રહ્યા છે. ઇન્ટરનેટની આ કહેવાતી બુધ્ધીશાળી લોકોની સોસાયટી જ ફક્ત વાતો કર્યે રાખે છે. જેના શરીરમાં લોહી વહેતું હોય તે ગરમ થાય. વાણિયા… બામણ હવે પાછળ રહી ગયા છે અને ક્ષત્રિયો કે રાજપૂતો ય ઢીલા પડી ગયા છે. બીટી કે જીઇ શાકભાજી અને દૂધ ન તો વ્યક્તિને પોતાની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવે કે ન તો કોકને તેની છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવામાં ભાગ ભજવે. લાચારીની સામે થઇ જવા કે એક અને એક જ મોતની પેલે પાર જવાની તૈયારી ના હોય તો રોજે રોજ આમ જ લોહી ઉકાળા કરનારા લોકો પોતાનું તેમજ અન્યોનું દિમાગ ખરાબ કરતા અખબારોથી વિષ્ટા લૂછીને તંત્રીને આપી આવવાને બદલે કુપનો કાપીને ભેટ લેવા દોડી જશે કે પછી કલાકોના કલાકો સુધી ટીવી સામે બેસીને અર્થહીન કાર્યક્રમો જોવામાં લાખો કિલોવોટ મોંઘીદાટ વીજળી બાળી મૂકશે. આવો એક પણ વ્યક્તિ ઘરમાં દેખાય તો તેને તડીપાર ના કરવો જોઇએ ? અમે 10 તો 10 …. પરિવારોએ અખબાર અને ટીવીનો બહિષ્કાર કર્યો છે. અમને એ વાત નો આનંદ છે કે કમસે કમ અમારું વીજળીનુંબીલ ટીવી ન ચાલવાને કારણે 35 ટકા ઘટી ગયું છે ઉપરાંત સૌ પરિવારના સદસ્યો એકમેકને પૂરતા પ્રમાણમાં સમય આપી શકીએ છીએ. બસ … ‘જો’ અને ‘તો’ ની બહાર નીકળવાનું પહેલું કદમ લોકો ઉઠાવે કે ના ઉઠાવે તમે જરૂર ઉઠાવો … એકડો બનો તો પાછળ મીંડા દોડયા આવશે. મારો સંપર્ક કરજો .. 9427222777 જરૂરથી જણાવીશ કે આવા રાજકારણીઓનો સફાયો કરવા શું થઇ શકે. અસ્તુ.

with best regards,

AKHIL sutaria

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: