Archive for the જલદ Category

પછાત વર્ગ

Posted in જલદ, મંદ on ઓગસ્ટ 11, 2008 by અખિલ સુતરીઆ

 

કહેવાતા વિકસેલા, આગળ વધેલા, ભણેલા–ગણેલા વર્ગનું તેજાબી અપમાન એટલે ….

૬૧ વરસ પછીના આઝાદ ભારતમા પછાત વર્ગનુ અસ્તિત્વ !!

પછાત કોમ, પછાત વર્ગ, પછાત જ્ઞાતિ …….. 

પાકી ગયા છે કાન મારા ….

પછાત અને પછાતોની રામકહાણી સાંભળીને.

સાલ્લા, બધા જ રડે ….

બધાને જ ફાયદો જોઇએ ….

બધાને જ લાભ … નિરંતર લાભ જોઇએ…..

દાદાએ લીધો .. દિકરાએ લીધો .. દિકરાના દિકરાએ પણ લીધો … એના દિકરાના દિકરા – જમાઇ લાઇનમાં ઉભા છે….

સમાજ કલ્યાણ ખાતાની મુખ્ય કામગીરી શું ? એવો સવાલ જયારે મે શહેરના જાહેર માર્ગો પર ચાલતા જતા સામાન્ય નાગરિકોને કર્યો ત્યારે ….

જવાબ – ૧ .. બોસ, આપણને ખબર નથી.

જવાબ – ૨ .. ભગવાન જાણે ..

જવાબ – ૩ .. પબ્લિકના પૈસા ચાઉં કરી જવાનુ..

જવાબ – ૪ .. બેકવર્ડ ક્લાસના ફોરવર્ડ માણસોને વિવિધ યોજનાઓના લાભ આપવાનુ..

જવાબ – ૫ .. સવર્ણોનું શોષણ કરવાનુ..

જવાબ – ૬ .. સરકાર કે મુખ્યમંત્રીની ચાપલૂસી કરવાનુ..

…… સાતમો જવાબ મેળવવાને બદલે …. મે સવાલ બદલ્યો ….

યાર, ૬૧ વરસથી આપણા દેશમા આ પછાત વર્ગના લોકો કરે છે શું ?

પછાત વર્ગના લોકોને શા માટે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગના લોકોને કેવીરીતે પછાત ગણવા જોઇએ ?

પછાત વર્ગની આ માનસીકતા નાબૂદ કરવા શું કરી શકાય ?

જેનુ કામ જે કરેના સિધ્ધાંત પર અસલની વર્ણ અને વ્યવહાર વ્યવસ્થાની ચાર મુખ્ય જ્ઞાતિઓ – બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શુદ્રની જાણકારી સૌને છે જ.

આજનુ તંત્ર કેમ ખોરવાઇ ગયુ છે ?

કયાં, કોની, કેવી ભૂલ થઇ છે ?

કેવીરીતે આ ભૂલ સુધારી શકાય ?

… છે કોઇ રસ્તો ?

હા … જલદ .. તેજાબી રસ્તો .. છે.

આજે રાત્રે ૮.૦૦ કલાકે ભારતિય સમયાનુસાર ..  www.akhiltv.com  .. પર લાઇવ !!

Advertisements

મારે હવે કંઇ કહેવું નથી

Posted in જલદ, મંદ on ઓગસ્ટ 11, 2008 by અખિલ સુતરીઆ

મોંઘવારી ઘટાડવાને બદલે વધારી રહેલી સરકારને જે પ્રજા સહન કરે તેને …. મારે હવે કંઇ કહેવું નથી.

ચાર્લસ કે બોઇલ્સના નિયમાનુસાર ચાલતા રોજીદા વપરાશના કોઇ પણ બે ઊપકરણોના નામ આપી ન શકનાર પદાર્થવિજ્ઞાનના સ્નાતકને …. મારે હવે કંઇ કહેવું નથી.

ઓહ્મના નિયમનો ઉપયોગ કરી ન શકનાર ઇલેકટરીકલ એન્જીનીયરને …. મારે હવે કંઇ કહેવું નથી.

નો એન્ટરીમાં ઘૂસી જઇને હવાલદારને હાથે પકડાતા .. ૫ – ૫૦ પધરાવી પલાયન થઇ જતા મોરલ એજયુકેશનના શિક્ષકને…. મારે હવે કંઇ કહેવું નથી.

શિવાજી, અભિમન્યુ કે લવકુશના બાળપણની વારતાઓને બદલે હેરી પોટર તરફ જઇ રહેલા ભારતિય બાળકોને…. મારે હવે કંઇ કહેવું નથી.

પગારના મસમોટા પેકેજ પાછળ ગાંડાતૂર થયેલા યુવાનોને …. મારે હવે કંઇ કહેવું નથી.

શિક્ષણ – શાળા કે કોલેજને બદલે ટયુશનમાં જ સારુ મળેની માન્યતા છોડી ન શકનાર વાલીઓ અને વિધ્યાર્થીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

કુરકુરે કે પોટેટો ચીપ્સ ખાઇને ઉછરતા બાળકોની શારિરીક ક્ષમતા અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

પ્રાકૃતિક ગતિની અવગણના કરીને જીવનની ઝડપ વધારી દેતા વૈજ્ઞાનિકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

અવસાન બાદ બારમા કે તેરમાની વિધી શા માટે .. નો જવાબ આપી ન શકનાર શાસ્ત્રીજીને …. મારે હવે કંઇ કહેવું નથી.

પત્થરની મૂર્તીમાં ઇશ્વરને શોધતો માણસ પોતાની જ અંદર શ્વસી રહેલાને પામી ન શકે તો …. મારે હવે કંઇ કહેવું નથી.

ડગલેને પગલે…શીષ્ટાચારપૂર્વક ભ્રષ્ટાચાર તરફ ઘસડીને લઇ જતી પરિસ્થિતિ અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

મુંબઇ, બેંગલોર, જયપુર અને અમદાવાદના આતંક વિરોધમાં ભાષણો ઠોકનારા નેતાઓના લેંઘા ઉતારી; તેમની સાન ઠેકાણે લાવી ન શકનાર પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

પોતાને પછાત જ્ઞાતીમાં શામેલ કરાવવાનો આગ્રહ રાખી આંદોલન આદરતી પ્રજાને આત્મસન્માન અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

અમીર વધુ અમીર ને ગરીબ વધુ ગરીબ બને એવી આર્થિકનીતી ઘડનારા ફાયનાન્સ મીનીસ્ટરને …. મારે હવે કંઇ કહેવું નથી.

ભૌતિક સુખ સગવડના સાધનો કે ચીજવસ્તુઓને બદલે રોજીદા જીવન વપરાશની જરૂરીયાતો પર ભારે કર અને ભાવ વધારો ઝીકતા ફાયનાન્સ મીનીસ્ટરને …. મારે હવે કંઇ કહેવું નથી.

સાદગીપૂર્ણ જીવન જીવવાનો ઊપદેશ આપતા બાપુઓ કે સંતોના લખલૂટ વૈભવને છતી આંખે જોઇ ન શકનાર પાગલ ભક્તોને …. મારે હવે કંઇ કહેવું નથી.

પત્થરની મૂર્તીને ૫૬ ભોગ ધરાવનાર જયારે સામે ઉભેલા સાક્ષાત મજૂર નારાયણની ભૂખ જોઇ ન શકે ત્યારે …. મારે હવે કંઇ કહેવું નથી.

દીક્ષાના વરઘોડામાં બે – પાંચ – દસ મણ ઘીની ઉછામણી બોલનાર વેપારી ગ્રાહકનો રૂપિયો પણ ન છોડી શકે ત્યારે …. મારે હવે કંઇ કહેવું નથી.

રાષ્ટ્રહિતની ફક્ત વાતો જ કરનારા અને માત્ર સ્વહિતના સ્વાર્થી કામો કરનારા લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

શેર ટામેટા કે પોણો શેર બટાકાનો ભાવ ગણી ન શકનાર કોમર્સ ગ્રેજીયુએટને …. મારે હવે કંઇ કહેવું નથી.

ભૂતકાળના સંસ્મરણો છોડી વર્તમાન વાસ્તવિકતાનો સ્વિકાર કરી ન શકનાર વડીલોને …. મારે હવે કંઇ કહેવું નથી.

ધર્મના વાડામાં જ રહીને, ધર્માંતરણ કરાવતા કટ્ટરપંથીઓને રાષ્ટ્રધર્મ અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

પરાયાને પોતાના ગણવામાં જ પોતાનાને પરાયા થઇ જતા રોકી ન શકનાર સગાસબંધીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

અનરીયલ રીયાલીટી શો  માં પુછાતા ગાંડા સવાલોના જવાબ એસએમએસ દ્વારા મોકલી ઇનામ મેળવવાની આશાએ બેસી રહેતા લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

મોંઘાદાટ સેલફોન કે મોબાઇલ ફોનમાં બાપાને ખર્ચે નાખેલા સીમ કાર્ડનુ બીલ પણ ગણી ન શકનાર તરૂણ – તરૂણીઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

લબરમૂછીયા બાળકોને પૂરઝડપે દોડી શકે તેવી મોટરસાયકલ અપાવી દેતા બીનજવાબદાર માતા–પિતાને …. મારે હવે કંઇ કહેવું નથી.

કાજુ કીસમીસ કરતા પણ મોંઘા એવા ગુટકા ના વ્યસની બની ગયેલા બુધ્ધીશાળી લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

રબડી કે ખીર કરતા પણ મોંઘી શરાબના વ્યસની બની ગયેલા કહેવાતા ફોરવર્ડ લોકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

ફેશનના નામે દિકરીઓને અતિશય ટૂંકા વસ્ત્રો પહેરતા રોકી ન શકનાર નમાલા બાપને …. મારે હવે કંઇ કહેવું નથી.

રાધાકૃષ્ણ, રામસીતા, લક્ષ્મીનારાયણની સંસ્કૃતિ પર થઇ રહેલા પશ્ચિમના આક્રમણને રોકી ન શકનાર ધર્મગુરૂઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

ધોળા કપડા હેઠળ કાળા કરતૂત કરનારાઓને ઓળખી ન શકનાર મૂરખ પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

વિદેશી કંપનીઓની લોભામણી અને છેતરામણી જાહેરાતોથી ભોળવાઇ જતી નિરક્ષર અને શ્રમજીવી પ્રજાને થતા આર્થિક નુકશાન અંગે …. મારે હવે કંઇ કહેવું નથી.

સ્વદેશમાં નિરાંતે જીવતા માબાપને, વિદેશ બોલાવી બેબીસીટર કે કેરટેકર બનાવી દેતા દિકરી–જમાઇ કે દિકરા–વહુને …. મારે હવે કંઇ કહેવું નથી.

સાંપ્રદાયિકતા અને બીનસાંપ્રદાયિકતા ના મુદ્દાને ગરમા ગરમ રાખીને રાષ્ટ્રિયતાને ભૂલવાડી દેનારા સ્યુડો સેક્યુલારીસ્ટોને …. મારે હવે કંઇ કહેવું નથી.

રીયાલીટી શોની ડ્રામાબાજીથી જાણી જોઇને મૂરખ બનતા દર્શકોને …. મારે હવે કંઇ કહેવું નથી.

કાવાદાવાથી ખદબદતી .. સુખીસંસારને આગ લગાડી શકે તેવી સાસુ–વહુની સીરીયલો પાછળ ઘેલી થનાર મહિલાઓને …. મારે હવે કંઇ કહેવું નથી.

સારા કરતા વધુ નરસા સમાચારોનુ ઉત્તેજનાપૂર્ણ રીતે પ્રસારણ કરતી ચેનલોનો બહિષ્કાર કરી ન શકનાર પ્રજાને …. મારે હવે કંઇ કહેવું નથી.

.

.

.

આટલું વાચીને તમને પણ થાય કે,

ઓહ.. અખિલભાઇ… ચાલો.. ચાલો…. આપણે કોઇકને કંઇક તો કહેવું જ જોઇએ ….

…. પણ…… કોને…. શું કહીએ ?

….. કોઇ સાંભળતું જ નથી …..

તો પછી …. મારે હવે તમને પણ કંઇ કહેવું નથી.

 

ગંગાજળ

Posted in જલદ on ઓગસ્ટ 11, 2008 by અખિલ સુતરીઆ

 

આજના અખબારોએ રોજના ૧૬ પાના પર ૮ – ૮ કોલમો ભરવાની હોય છે.. 

ચેનલોએ ૨૪ કલાક પોતાનો રોટલો શેકવાનો હોય છે ..

કયા બાપુના કયા આશ્રમમાં કોણ .. કયાં .. કયારે … કેવીરીતે … શું કરે છે .. ની ઝીણામાં ઝીણી માહિતી રોજ સવારે બે રૂપિયામા વેચવા સીવાય કોઇ કામ ખરુ ?

એમના જ રીપોર્ટમાં કહેવામાં આવેલ નાલાયકોના કપડાં ઉતારી પ્રજાને હવાલે કરવાનુ કામ કરવાની હિંમત કોઇ અખબાર કે ચેનલ પાસે છે ?

ત્યારે તો …

મીડીયા માત્ર સમાજનો અરીસો છે … પર વાત અટકી જાય છે …

ભૂતપૂર્વ આઇપીએસ અધિકારીઓ …

આવા મામલામાં પ્રજાને સાચો માર્ગ બતાવવા આગળ આવી શકે એમ છે ?

કે પછી ..

તેઓ પણ ગંગા કિનારે …

ગંગાજળ પીને …

નિવૃત્તિ લઇને નિષ્ક્રિય થઇ ગયા છે ? ?